October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

જિલ્લા વિકાસ અધિકારીએ આ પગલાં ભરવા પહેલાં આ પ્રકરણમાં આરોપનો સામનો કરી રહેલા તાત્‍કાલિન તલાટી સુધીર પટેલને એક અઠવાડિયા અગાઉ સસ્‍પેન્‍ડ કરતો હુકમ કર્યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: ઉમરગામ તાલુકામાં સોળસુંબા માર્કેટ પ્રકરણ ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને છે. ગોચરની જમીનમાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરી અને વહીવટમાં સરકારીતંત્રનો અંકુશ દૂર કરી મનસ્‍વી રીતે હરાજી મારફતે કરોડો રૂપિયા એકત્રિત કરી સત્તાનો દૂર ઉપયોગ કરવાનો આરોપનો સામનો કરી રહેલા વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને માજી સરપંચ તેમજ હાલના પંચાયતના સભ્‍ય અમિત પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષભાઈ ગુરુવાણી દ્વારા કરવામાં આવ્‍યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા તાત્‍કાલિન તલાટી કમ મંત્રી સુધીરભાઈ પટેલને એક અઠવાડિયા પહેલા હોદ્દા પરથી સસ્‍પેન્‍ડ કરી દીધા હતા. ગતરોજ સાંજના સમયે જિલ્લા વિકાસ અધિકારીએ વર્તમાન સરપંચ અને માજી સરપંચ તેમજ હાલના પંચાયતના સભ્‍યને હોદ્દા ઉપર થી દૂર કરવાના હુકમ કરવા પહેલાં બચાવપક્ષ રજૂ કરવા માટે તકો આપવામાં આવી હતી. પરંતુ દરેક સુનાવણીના સમયે આરોપીઓ ગેરહાજર રહ્યાં હતા અને પક્ષ રજૂ કરવામાં નિષ્‍ફળ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, આ સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે પંચાયતના વર્તમાન સરપંચ બલદેવભાઈ જશુભાઈ સુરતી, માજી સરપંચ તેમજ હાલના સભ્‍ય અમિત મણીભાઈ પટેલ અને તત્‍કાલિન તલાટી કમ મંત્રી સુધીરભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. આરોપનો સામનો કરી રહેલા ત્રણે આરોપીની આગોતરા અરજી સેશન કોર્ટમાં નામંજૂર કરવામાં આવેલી છે. અને રાહત માટે રાજ્‍યની વડી અદાલતના દરવાજા ખખડાવ્‍યા હોવાની માહિતી એકત્રિત થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

Leave a Comment