Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

11 જોડાઓએ ક્‍લબના સહયોગ થકી પ્રભુતામાં પગલા પાડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપીની લાયન્‍સ, રોટરી, જે.સી.આઈ. જેવી સામાજીક સંસ્‍થાઓ વર્ષભર અવિરત સમાજ સેવાના પ્રોજેક્‍ટ કરતી રહે છે તે શ્રૃંખલામાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ ક્‍લબ વાપીના સંયુક્‍ત ઉપક્રમે સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જરૂરીયાતમંદ 11 જોડાઓએ શાષાોક્‍ત વિધિવિધાનથી પ્રભુતામાં પગલા પાડયા હતા.
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને લાયન્‍સ ઓરા ક્‍લબ દ્વારા ગતરોજ ચણોદ ભાનુશાલીની વાડીમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લાના જરૂરીયાતમંદ 11 યુવક-યુવતિઓ સમુહલગ્નમાં જોડાયા હતા. સંસ્‍થા તરફી તેમને કરિયાવર સહિતની ભેટો અર્પણ કરાઈ હતી. સમુહ લગ્નમાં લાયન્‍સ ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશભાઈ પટેલ, વાપી નાઈસ ક્‍લબના પ્રોજેક્‍ટ ચેરમેન સ્‍મિતાબેન મહેતા, પૂર્વ પ્રેસિડેન્‍ટ શૈલેષભાઈ મહેતા, લા.રમણભાઈ પટેલ, લા.પીનાકીન મિષાી તથા ઓરો ક્‍લબના સેક્રેટરીભારતીબેન પટેલ, સવિતા તિવારી, હેમા ખુંબચંદાની સહિત બન્ને ક્‍લબની ટીમો ઉપસ્‍થિત રહી હતી. આ સમુહ લગ્નના મુખ્‍ય દાતા રાકેશ ગર્ગ અને તેમનો પરિવાર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

Leave a Comment