Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડી

કેક કાપનાર દિપેશ ઉર્ફે માયા રમેશ પેટલની પોલીસે ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વર્તમાન મોબાઈલ યુગમાં સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને પ્રસિધ્‍ધિ મેળવવાની ખોટી ઘેલછા આજકાલ યુવાનોમાં જોવા મળી રહી છે. કંઈક તેવી ઘટના વલસાડ ડુંગરીમાં એક યુવાને તેની બર્થડે કેક જાહેરમાં તલવારથી કાપી રીલ બનાવી વાઈરલ કરેલ. જે રીલ પોલીસ પાસે પહોંચતા પોલીસે તલવારથી કેક કાપનાર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારના મંદિર ફળીયા પાસે ગત તા.29 જુલાઈના રોજ દિપેશ ઉર્ફે માયા રમેશ પટેલનો બર્થડે હતો તેથી સાંજે જાહેરમાં તલવારથી કેક કાપીને રીલબનાવેલ તેમજ રીલને સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા વાયરલ કરેલ. આ રીલ પોલીસ પાસે પહોંચતા ડુંગરી પોલીસ એકશનમાં આવી ગઈ હતી. તલવારથી કેક કાપનાર દિપેશ પટેલની ધરપકડ કરી હતી તેમજ જે તલવારથી કેક કાપી હતી તે તલવાર પણ પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. દિપેશ પટેલને સોશિયલ મીડિયાની પ્રસિધ્‍ધિ મેળવવાનો ખેલ ભારે પડયો હતો તેમજ પોલીસ સમક્ષ માફી પણ માંગવી પડી હતી

Related posts

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

Leave a Comment