(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે સેલવાસની લાયન્સ ઇંગ્લીશ સ્કૂલના પ્રાંગણમાં દાદરા નગર હવેલીના 71મા ‘મુક્તિ દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ અતિથિ પદે ઉપસ્થિત રહેલા શ્રી જયેન્દ્રસિંહ રાઠોડે તેમના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી હતી, ત્યારબાદ ઉપસ્થિત અન્ય અતિથિઓિનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના મુક્તિ દિવસના શુભ પ્રસંગે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, વક્તવ્ય તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તૂત કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. ત્યારબાદ શાળામાં લેવાયેલીઆંતરસ્કૂલ સંગીત સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાષ્ટ્રીય સ્તરે મુક્ત યોગાસન ચેમ્પિયયનશિપ વિજેતા કુ. ચેતના પુરોહિતને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિશેષ અતિથિ શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ તથા અધ્યક્ષશ્રી ફત્તેહસિંહ ચૌહાણે પ્રદેશના ઈતિહાસ અને દાદરા નગર હવેલી આઝાદી કેવી રીતે થયો તે બાબતે વિશેષ જાણકારી આપી હતી. તેમણે સંઘપ્રદેશની મુક્તિના શહિદો અને ક્રાંતિવીરોને યાદ કરી નમન કર્યા હતા.
આ અવસરે શાળાના મુખ્ય અતિથિ લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, સંયુક્ત સચિવ શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ સહિત સંયુક્ત કોષાધ્યક્ષ શ્રી હિરાભાઈ પટેલ, શ્રીમતી પ્રતિજ્ઞાબેન રાઠોડ, શાળાના આચાર્યા શ્રીમતી નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના પ્રાભારી આચાર્ય, હવેલી ઈન્સ્ટિટયૂટ ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પ્રાભારી આચાર્ય, પ્રાધ્યાપકગણ, શાળાના શિક્ષકગણ, અતિથિગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.