July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો અને એપીએમસીને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચન કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ 2023ના રોજ પવન અને ગાજવીજ સાથે હળવો પડી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ પરિસ્‍થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્‍લાસ્‍ટીક/તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીવરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, આ દિવસો દરમિયાન વેચાણ અર્થે આવતી પેદાશો ખરીદવાનું ટાળવુ અથવા સુરક્ષિત રાખવી જરૂરી છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ, કપરાડા તાલુકાના અંભેટી ગામમાં સ્‍થિત કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, પારડીના પરિયામાં સ્‍થિત કળષિ સંશોધન કેન્‍દ્ર અથવા કિસાન કોલ સેન્‍ટરનો ટોલ ફ્રી નં. 18001801551 પર સંપર્ક કરવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

વાપી બિઝનેસ પાર્ક નજીક માદા વાઈપર સાપ સહિત 30 જેટલા વાઈપર બચ્‍ચાનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવીને મળ્‍યો મંદિરમાં મોક્ષ

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

Leave a Comment