September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જલારામ મનોવિકાસ કેન્‍દ્ર વલસાડના દિવ્‍યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડી અને ક્રિએટિવ કવરનું એક પ્રદર્શન અને વેચાણનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જલારામ માનોવિકાસ કેન્‍દ્રના પ્રિન્‍સિપલ આશાબેન સોલંકીની ટીમ દ્વારા વિવિધ રંગીન રાખડીઓ અને કવરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના 1000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના ઈન્‍ચાર્જ આચાર્યા ડો.ગંગાબેન પટેલ, બી. આર. જે. પી. ઇંગ્‍લિશ મીડિયમ શાળાના આચાર્યા ડો.ચંચલા ભટ્ટ ઉપસ્‍થિતિ રહ્યા હતા. સમગ્ર આયોજન કોલેજનાં પ્રાધ્‍યાપક ખ્‍યાતિ મોદી અને નિરવ સુરતી દ્વારા કોલેજનાં કેમ્‍પસ ડાયરેકટર ડો.દિપેશ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. આયોજન બદલ સોસાયટીના ટ્રસ્‍ટી અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment