(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ દશરથભાઈ સામે ડેપ્યુટી સરપંચ સંજયભાઈ, વોર્ડ સભ્ય સુભાષભાઈ વર્મા સહિત સાત જેટલા સભ્યો દ્વારા વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામા ન હોય ટીડીઓ દ્વારા આ અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવતા અવિશ્વાસની દરખાસ્તનું સૂરસૂરિયું થઈ ગઈ હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને કેટલાક સરપંચના સમર્થકોએ અફવા વધુને વધુ ફેલાઈ તેમાં કચાશ ન છોડી આનંદ લેતા આ સમગ્ર બાબતે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે કહેવાતા કેટલાક આગેવાનોને નિયતની જાણકારીન હશે કે પછી અવિશ્વાસની દરખાસ્ત કરનારા સભ્યોનું મોરલ તોડવા જાણકારી હોવા છતાં અજાણહોવાનો ઢોંગ કર્યો હોય તેમ લાગે છે.
સાદકપોર ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં વર્તમાન સરપંચ સામેની પેનલના સભ્યો વધુ સંખ્યામાં ચૂંટાઈ આવતા આ સરપંચ સામેની પેનલનો સભ્ય જ હાલે ડેપ્યુટી સરપંચ પણ છે. આ સ્થિતિમાં સાત જેટલા બહુમત સભ્યોએ તેઓને સરપંચ વિશ્વાસમાં લીધા વિના કામ કરતો હોવા સહિતના વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની વાત ખોટી અને માત્ર અફવા જ હોવાનું બહાર આવ્યું છે.
ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્યાનુસાર સાદકપોરના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં આવેલી છે. હાલે તો પ્રિસાઈડિંગમાં છે. સરપંચે 15-દિવસમાં સામાન્ય સભા બોલાવવાની હોય છે. પરંતુ તેઓ ન બોલાવશે તો તાલુકા પંચાયત કક્ષાએથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Previous post