October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર જિલ્લા વલસાડ રમતગમત અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાની સ્‍કૂલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા એસજીએફઆઈ શાળાકીય રમતોત્‍સવ કબડ્ડી, ખોકો, એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધા તારીખ 30-31 જુલાઈ અને પહેલી ઓગસ્‍ટ 2024 નારોજ વોક ટુ ગેધસ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક સાળા નાની વહીયાળ તા.ધરમપુરમાં યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત વોક ટુ ગેધર્સ, નાની વહીયાળ હાઈસ્‍કૂલે નીચે મુજબની 41 સ્‍પર્ધાઓમાં પ્રથમ ક્રમ અને આશ્રમ શાળા નાની વહીયાળ, તા.ધરમપુરે-12 સ્‍પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ હાઈસ્‍કૂલ, આશ્રમ અને નાની વહીયાળ ગામનું ગૌરવ વધાર્યું છે.
આમ દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત વોક ટુ ગેધર્સ હાઈસ્‍કૂલ નાની વહીયાળ અને આશ્રમ શાળા નાની વહીયાળે કુલ-53 સ્‍પર્ધાઓમાં પ્રથમ ક્રમ, કુલ-50 સ્‍પર્ધાઓમાં દ્વિતિય ક્રમ, કુલ-50 સ્‍પર્ધાઓમાં તૃતીય ક્રમ મેળવેલ છે જે બદલ શાળાના પ્રિન્‍સિપાલ શૈલેશકુમાર આર. પટેલ મંડળના પ્રમુખ સુધાબેન દેસાઈ, મંત્રી દત્તેશભાઈ ભટ્ટ, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા અને રાજ્‍ય કક્ષાએ વિજેતા થવા માટે શુભેચ્‍છાઓ અને શુભકામના પાઠવે છે અને સ્‍પર્ધકોને તાલીમ આપનાર વ્‍યાયામ શિક્ષિકા અમિતાબેન ગામીત અને ઈન સ્‍કૂલ યોજના દ્વારા ફળવાયેલ વિજયભાઈ વાનીને પણ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

vartmanpravah

Leave a Comment