October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

વાપી સહિત આસપાસના 11 સ્‍થાનોમાં એક સાથે મેગા બ્‍લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.15: વિશ્વનું સૌથી મોટા રક્‍તદાન અભિયાનની ઝુંબેશ વાપી તેરાપંથ યુવક પરિષદ સંલગ્ન ભારતભરની શાખાઓ દ્વારા આગામી તા.17 સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ વાપી સહિત આસપાસના 11 સ્‍થાનો ઉપર એક સાથે મેગા બ્‍લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
તેરાપંથછ યુવક પરિષદ વાપી, પારડી, દમણ, ભિલાડ, દાદરા અને સેલવાસ દ્વારા આયોજીત રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાનાર છે. વાપીમાં એક સાથે તેરાપંથ ભજન ગુંજન, વી.આઈ.એ. ઓડિટોરિયમ, વાપી ટાઉન મહાત્‍મા ગાંધી માર્કેટ પાસે, લાયન્‍સ બ્‍લડ બેંક, પ્રમુખ ગ્રીન્‍સ ચલા, પ્રમુખ ડેસ્‍ટિની છીરી, હરિયા હોસ્‍પિટલ, સામરવણી પંચાયત ભવન સેલવાસ, દુગ્‍ગડ પોલીમર્સ, ડી.આઈ.એ. સોમનાથ ડાભેલ અને સેલો ભિલાડ ખાતે મળી 11 સ્‍થળોએ રક્‍તદાન કેમ્‍પ યોજાનાર છે. તેરાપંથ સંગઠન દ્વારા રક્‍તદાનના અનેક વિક્રમો નોંધાવેલા છે. રાષ્‍ટ્રસંત આચાર્ય તુલસીની દુરદ્રષ્‍ટિ અને આધ્‍યાત્‍મિક માર્ગદર્શન દ્વારા માનવ સેવાનું અભિયાન ચાલી રહ્યું છે.

Related posts

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

Leave a Comment