December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

ચીખલી તાલુકામાં સાદડવેલ, મીયાંઝરી અને ગોડથલ એમ
ત્રણ સબસેન્‍ટરનું થયુ લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.09: 09 ઓગસ્‍ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશાવનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્‍નશીલ રહી છે. આદિજાતિ બંધુઓની હંમેશાથી આરોગ્‍ય દરકાર કરીને રાજ્‍ય સરકારે વિવિધ યોજનાઓ અને સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અમલમાં મૂકયા છે. ત્‍યારે આજના યાદગાર દિને નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં સાદડવેલ, મીયાંઝરી અને ગોડથલ એમ ત્રણ સબસેન્‍ટરનું લોકાર્પણ થતા ચિખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં વધારો થયો છે.
નવસારી જિલ્લા પંચાયત હસ્‍ત આરોગ્‍ય વિભાગની કચેરી અંતર્ગત ચીખલી તાલુકાના સાદડવેલ ગામ ખાતે 33 લાખના ખર્ચે નવનિર્મિત અધ્‍યતન સુવિધાસભર સબસેન્‍ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે. આ ઉપરાંત મીંયાઝરી ગામમાં પણ 33 લાખના ખર્ચે નવનિર્મિત અધ્‍યતન સુવિધાસભર સબસેન્‍ટર અને ગોડથલ ગામે પણ 33 લાખના ખર્ચે નવનિર્મિત અધ્‍યતન સુવિધાસભર સબસેન્‍ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજના દિને લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ તમામ સબસેન્‍ટરમાં આરોગ્‍ય કર્મચારીઓમાં ફીમેલ હેલ્‍થ વર્કર, મલ્‍ટી પર્પસ હેલ્‍થ વર્કર આશા વર્કર, ઘ્‍ણ્‍બ્‍ સહિત અધ્‍યતન આરોગ્‍યલક્ષી સુવિધાઓ દવાઓનો ઘર આંગણે વિના મૂલ્‍ય લાભ મળશે.

Related posts

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં નાની દમણ કચીગામ ખાતેના સચિવાલયના સભાખંડમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે કરેલી બેઠક

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment