(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી સેફરોન હોટલની સામે નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ થી અમદાવાદ જતી ટ્રેક ઉપર વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાન બાતમી મુજબ ટાટા ઈન્ટ્રા ટેમ્પો નં.જીજે-19-એયું-4861 આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી 41-પુઠાના બોક્ષમાં વિદેશી દારૂની બોટલ નંગ-1968 કિં.રૂ.2,53,632/- ટાટા ટેમ્પાની કિ.રૂ.5 લાખ, એક મોબાઇલ રૂ.500/- મળી કુલ્લે રૂ.7,54,132/- નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક નિલેશ શ્યામલાલ ભવરલાલ ખટીક (રહે.66-કિશોરનગર, રાજનગર તા.જી.રાજસમદ, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર તેમજ ટેમ્પોમાં દારૂ ભરી આપી જનાર યોગેશ ખટીક, રાજેશ તેમજ રાજેશનો માણસ તથા બે અજાણ્યા ઇસમો મળી પાંચ જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.
