(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક બ્રાઉન કલરનો આઇસર ટેમ્પો નં-એમએચ-05-ઇએલ-6437 માં ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર બોર્ડરથી નીકળી સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે નવસારી એલસબી પોલીસે બલવાડા ઓવરબ્રિજના છેડે ને.હા.નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવતા જેને ઉભી રાખવાનો ઈસારો કરતા ઉભી રાખેલ નહિ અને ટેમ્પો હંકારી લઈ થોડે આગળ જઈ રોડની સાઈડમાં ઉભો રાખી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બાદ ટેમ્પાની તલાસી લેતા પાછળના ભાગે 212 પુઠાના બોક્ષમાં વિદેશી દારૂની વિશ્કિ, વોડકા તથા ટીન બિયરની બાટલી નંગ-6,588 કિ.રૂ.13,51,200/- નો જથ્થો ઝડપી પાડી આઇસર ટેમ્પો કિ.રૂ.10-લાખ મળી કુલ્લે રૂ.23,51,200/- નો મુદ્દામાલ કબ્જે કરી આઇસર ટેમ્પો માલિક સંદીપ ધર્માજી અંભોરે (રહે.રૂમ નં-02, કળષ્ણ સાઈ ચૌલ નંબર-3 કોલેગાવ ગણપતિ વર્ડની દુકાન પાસે કટાઈ ખોની કલ્યાણ થાણે તેમજ આઇસર ટેમ્પોનો ચાલકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ એલસીબીપીએસઆઇ-આર.એસ.ગોહિલ કરી રહ્યા છે.