September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ સ્‍ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્‍ટિવિટી વધારાની સેવા ચાલુ કરી છે.
વડનગર-વલસાડ ટ્રેન પકડવા માટે તેમજ ઉતર્યા બાદ ગંતવ્‍ય સ્‍થાને જવા માટે વલસાડ-કપરાડા અને વલસાડ-સેલવાસ બસ સુવિધાનો વલસાડ ડેપોથી આરંભ કરવામાં આવ્‍યો છે તેથી કપરાડા તરફના તેમજ વાપી સેલવાસ તરફથી વડનગર-વલસાડ ટ્રેન માટે આવતા જતા મુસાફરોને હવે પર્યાપ્ત બસ કનેક્‍ટિવિટી મળી રહેશે તેમજ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્‍વીન ટ્રેન માટેની બસ સેવા આગળ મુજબ યથાવત જ કાર્યરત રહેશે. વલસાડ વડનગર ટ્રેન સવારે સવારે વલસાડથી 5:45 કલાકેઉપડે છે. વડનગર 12:45 કલાકે પહોંચે છે. વડનગરથી સાંજના 4:45 વાગે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે આવે છે તે મુજબ બસની કનેક્‍ટિવિટી ચાલુ કરાઈ છે.

Related posts

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભાજપને મળેલ ઐતિહાસિક વિજય અને પ્રચંડ જન સમર્થનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પણ વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ

vartmanpravah

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

vartmanpravah

Leave a Comment