(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ સ્ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્ટિવિટી વધારાની સેવા ચાલુ કરી છે.
વડનગર-વલસાડ ટ્રેન પકડવા માટે તેમજ ઉતર્યા બાદ ગંતવ્ય સ્થાને જવા માટે વલસાડ-કપરાડા અને વલસાડ-સેલવાસ બસ સુવિધાનો વલસાડ ડેપોથી આરંભ કરવામાં આવ્યો છે તેથી કપરાડા તરફના તેમજ વાપી સેલવાસ તરફથી વડનગર-વલસાડ ટ્રેન માટે આવતા જતા મુસાફરોને હવે પર્યાપ્ત બસ કનેક્ટિવિટી મળી રહેશે તેમજ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્વીન ટ્રેન માટેની બસ સેવા આગળ મુજબ યથાવત જ કાર્યરત રહેશે. વલસાડ વડનગર ટ્રેન સવારે સવારે વલસાડથી 5:45 કલાકેઉપડે છે. વડનગર 12:45 કલાકે પહોંચે છે. વડનગરથી સાંજના 4:45 વાગે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે આવે છે તે મુજબ બસની કનેક્ટિવિટી ચાલુ કરાઈ છે.
