October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. સરકાર તરફથી પણ આઝાદી કા અમૃત મહોત્‍સવના નેજા હેઠળ અનેક કાર્યક્રમો અને તારીખ 13 થી 15દરમ્‍યાન હર ઘર તિરંગાનું આયોજન કરી ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ પહોંચાડી તેને લહેરાવવાનું નક્કી કરેલ છે.
પારડી વકીલ મંડળ તરફથી પણ આઝાદીના 75માં વર્ષના અનુસંધાને એક તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીમાં પારડી વકીલ મંડળના તમામ વકીલો, સભ્‍યો, હોદેદારો તથા સિનિયર વકીલો સહિત મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
આ તિરંગા બાઈક રેલી પારડી કોર્ટથી દમણીઝાંપા, દમણી ઝાંપાથી કંસારવાડ અને બજારમાં ફરી પરત કોર્ટ પરિસર ખાતે આ રેલી આવી પહોંચી સૌ વકીલોના મુખેથી શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી સમગ્ર વાતાવરણ દેશ ભક્‍તિમય બની ગયું હતું. આ દરમ્‍યાન કંસારવાડ ખાતે આવેલ મહાત્‍મા ગાંધીજીની મૂર્તિને સુતરની આંટી પહેરાવી એમના દર્શન કરી રાષ્‍ટ્ર ગીત પણ ગાવામાં આવ્‍યું હતું.
પારડી વકીલ મંડળના પ્રમુખ અને સિનિયર વકીલ ભરતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યુ હતું કે દેશની આઝાદી માટે મહેનત કરનાર દેશ ભક્‍તો, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ અને આઝાદી માટે શહિદી વ્‍હોરનારા શહિદોની માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું અને આ આઝાદી માટે વકીલોનો પણ ખૂબ મોટો ફાળો અને મહત્‍વ રહેલું છે.
આ પ્રસંગે તેમણે આઝાદીના 50 વર્ષ દરમ્‍યાનકોંગ્રેસ-ભાજપ એક થઈ પારડી ખાતે બજારમાં રાતે 12:00 કલાકે નીકળેલ રેલીના સંસ્‍મરણો યાદ કર્યા હતા.

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment