October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

તમામ મુસાફરો ચીખલીના હતા, તમામને રાત્રે પોલીસ રેસ્‍ક્‍યુ કરીને સાપુતારા લાવી ઘરે પહોંચાડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: સાપુતારાની સરહદે આવેલ મહારાષ્‍ટ્ર હદગઢ બોરગાંવમાં ચાલી રહેલ પેસા કાયદાના અમલની માંગ સાથે લોકો રસ્‍તા રોકો આંદોલન કરી રહ્યા હતા. નાસિક શિરડી દર્શનેગયેલા ચીખલીના ગુજરાતી 33 મુસાફરોનું રેસ્‍ક્‍યુ કરી સાપુતારા લાવીને પોલીસે ઘરે પહોંચાડયા હતા.
જિલ્લા પોલીસ વડા યશપાલ જગણીયા અને નાયબ પોલીસ વડા એસ.જી. પાટીલ ઉપર કેટલાક ગુજરાતી મુસાફરો આંદોલનમાં ફસાયા છે. ત્‍યારબાદ સાપુતારા પી.એસ.આઈ. નિખિલ ભોયા અને સ્‍ટાફ સાદા ગણવેશમાં જઈને ફસાયેલ 11 બાળકો અને 22સ્ત્રી, પુરુષને જંગલની કેડીએ રાત્રે અંધકારમાં 5 કિલોમીટર ચાલીને સાપુતારા લવાયા હતા. સાપુતારા પોલીસે મળસ્‍કે ત્રણ વાગે મહારાષ્‍ટ્રમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્‍ક્‍યુ કરી હેમખેમ બહાર કાઢી ચીખલી ઘરે રવાના કર્યા હતા.

Related posts

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment