
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા 23 ઓગસ્ટ શુક્રવાર 2024ના રોજ આચાર્ય શ્રીમતી નિતુ સિંગના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં પ્રિ-સ્કૂલનાં નાના બાળકો કળષ્ણ અને રાધાની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. કાર્યક્રમમાં છોકરાઓ નટખટ કાન્હા અને છોકરીઓ રાધા રાની બની શાળા ના પરિસરમાં ગોકુલ ગામના માહોલની ઉપસ્થિતોને અનુભૂતિ કરાવી હતી. તેમજ આ અવસરે શિક્ષકો દ્વારા કાન્હાજીનું હિચકો બનાવવામાં આવ્યો હતોઅને બાળકો બાદ કાન્હાને હિચકી જન્માષ્ટમી પર્વનો હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અને નાના બાળકો દ્વારા ગોપાળ મંડળી બનાવી દહી હાંડી પણ ફોળી ‘હાથી ઘોડી પાલખી’, ‘જય કનૈયા લાલકી’નાં નારા સાથે વાતાવરણ ગુંજતું કર્યું હતું.
આ કાર્યક્રમ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, દાદા સ્વામીજી, રામ સ્વામી, હરિ સ્વામી, કેમ્પસ એકેડમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, એડમિન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય શ્રીમતી નીતુ સિંગ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોનાં કાર્યક્રમને નિહાળી સરાહના કરી હતી.

