January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

ચૂંટણી બાદ પોલીસે ચેકપોસ્‍ટ દુર કરતા બુટલેગરોએ દારૂની હેરાફેરી વધારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડજિલ્લામાં ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પોલીસે અનેક સ્‍થળોએ કામ ચલાઉ ચેકપોસ્‍ટ દારૂની હેરાફેરી રોકવા કાર્યરત કરી હતી. પરંતુ ચૂંટણી બાદ ચેકપોસ્‍ટ પોલીસે હટાવી દીધી, બાદમાં બુટલેગરો ફરી દારૂની ગતિવિધિઓ વધારી દીધી છે. આજે બુધવારે વલસાડ હાઈવે ઉપર બાતમી વાળી કારનો એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે પીછો કરતા કાર ચાલક કારને ખનકીમાં ઉતારી ફરાર થઈ ગયો હતો.
વલસાડ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે આજે બુધવારે પારનેરા સુગર ફેક્‍ટરી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી એસ.યુ.વી. કાર નં.જીજે 01 આર.પી. 0092 આવતા જ પોલીસે અટકાવા કોશિષ કરી હતી. પણ ચાલક ભાગી જતા ફિલ્‍મી ઢબે પોલીસે પીછો કરેલો ત્‍યારે કાર ચાલકે ચન્‍દ્રમૌલી મંદિર પાસે કારને ખનકીમાં ઉતારી ચાલક ભાગી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી કાર બહાર કાઢી કારમાં ભરેલ દારૂનો જથ્‍થો અને કારનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment