April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો હતો.
કાવેરી નદીમાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ઉપરાંત લોકો કપડાં પણ ધોતા હોય છે. અને ખેતીવાડીમાં પણ આકાવેરી નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. ત્‍યારે મૃત મરઘાઓને યોગ્‍ય જગ્‍યાએ જમીનમાં ડાટવાના સ્‍થાને કોઈ પોલટ્રી ફાર્મવાળા દ્વારા મૃત મરઘાઓને કોથળામાં ભરી કાવેરી નદીમાં ફેંકી દેતા તે મલવાડા પાસે તણાઈ આવ્‍યા હોય તેમ લાગે છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગ અને આસપાસની ગ્રામ પંચાયતો દ્વારા આ અંગેની જરૂરી તપાસ કરી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિતકરે તે જરૂરી છે.

Related posts

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

Leave a Comment