October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ કરવામાં આવેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના ‘સર્વ આદિવાસી સમાજ’ના આગેવાનોએ જિલ્લાના અંતરિયાળ વિસ્‍તાર એવા વાંસદા હેડવાચીમાળ સ્‍થિત સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના બાળકોને જલેબી, સમોસા સહિત તિથિભોજન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્‍યું હતું કે, જો ‘‘બાળકો સારૂં ભણશે તો સમાજ આગળ વધશે” અનેસમાજનું નામ પણ રોશન કરશે. એવી અપેક્ષા સાથે શિક્ષકોના કાર્યની પણ સર્વ આદિવાસી સમાજના આગેવાનોએ પ્રશંસા કરી હતી.
સર્વ આદિવાસી સમાજની સરાહનીય કામગીરીથી શિક્ષકો અને વાલીઓએ પણ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને તમામ પ્રતિનિધિઓનો આભાર માન્‍યો હતો.
આ અવસરે શ્રી શંકરભાઈ ગોરાત, શ્રી જુગલભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી પાવલુંસભાઈ સહિત અગ્રણીઓ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કેટલાક વાલીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

Leave a Comment