તમામ મુસાફરો ચીખલીના હતા, તમામને રાત્રે પોલીસ રેસ્ક્યુ કરીને સાપુતારા લાવી ઘરે પહોંચાડયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: સાપુતારાની સરહદે આવેલ મહારાષ્ટ્ર હદગઢ બોરગાંવમાં ચાલી રહેલ પેસા કાયદાના અમલની માંગ સાથે લોકો રસ્તા રોકો આંદોલન કરી રહ્યા હતા. નાસિક શિરડી દર્શનેગયેલા ચીખલીના ગુજરાતી 33 મુસાફરોનું રેસ્ક્યુ કરી સાપુતારા લાવીને પોલીસે ઘરે પહોંચાડયા હતા.
જિલ્લા પોલીસ વડા યશપાલ જગણીયા અને નાયબ પોલીસ વડા એસ.જી. પાટીલ ઉપર કેટલાક ગુજરાતી મુસાફરો આંદોલનમાં ફસાયા છે. ત્યારબાદ સાપુતારા પી.એસ.આઈ. નિખિલ ભોયા અને સ્ટાફ સાદા ગણવેશમાં જઈને ફસાયેલ 11 બાળકો અને 22સ્ત્રી, પુરુષને જંગલની કેડીએ રાત્રે અંધકારમાં 5 કિલોમીટર ચાલીને સાપુતારા લવાયા હતા. સાપુતારા પોલીસે મળસ્કે ત્રણ વાગે મહારાષ્ટ્રમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી ચીખલી ઘરે રવાના કર્યા હતા.