October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

ખેપીયાની ધરપકડઃ પાયલોટિંગ કરનાર નાની દમણના ઈસમ વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: વલસાડ એલસીબીની ટીમના પોલીસ કોન્‍સ્‍ટેબલ તેજપાલસિંહ અન્‍ય પોલીસ કર્મીઓ સાથે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી આધારે બગવાડા ટોલ નાકા આગળ વોચ ગોઠવી હતી અને અને બાતમી વાળી એક્‍સયુવી કાર નં. ડીડી-03-એચ-0799 આવતા તેને અટકાવી હતી અને કારની તલાશી લેવામાં આવતા વિદેશી દારૂની બોટલ નંગ 720 જેની કિમત રૂા.36,000નો જથ્‍થો હાથ લાગતાં દારૂ સાથે રૂા. 5,0,000ની એક્‍સયુવી કબજે લઈ ચાલક આકાશ અનિલભાઈ ગિલાણી (ઉ.વ.22) રહે. નાની દમણ ખારીવાડ, અમર અકબર એન્‍થની સોસાયટીની ધરપકડ કરી છે અને આ કારનું બાઈક પર પેટ્રોલીંગ કરનાર તેમજ દમણથી દારૂ ભરી આપનાર અબુ સાલેમ રહે નાની દમણ ખારીવાડને વોન્‍ટેડ જાહેર કરી આ મામલે પારડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોધાવ્‍યો છે.

Related posts

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં દાનહના 71મા મુક્‍તિ દિવસની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્‍સ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment