October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

હાઈવે પર ખાડા, બંધ સ્‍ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક સમસ્‍યાના પ્રશ્નો ચર્ચાયા

જાહેર રસ્‍તા પર ટ્રાફિકના નિયમોનો સુચારૂં પાલન કરવા માટે કલેકટરે જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની કમિટીની બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં માર્ગ સલામતીની અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અંગે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી દવેએ બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે અને ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્‍યાને લઈ માર્ગ સલામતી બાબતે અને અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ ઉપર સંબંધિતવિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીને સત્‍વરે પૂરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી જાહેર રસ્‍તા પર ટ્રાફિકનું નિયમોનો સુચારૂં પાલન કરવામાં આવે એવું જણાવ્‍યું હતું.
આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી દ્વારા એન.એચ.48 ઉપર વિવિધ જગ્‍યાઓ પડેલા ખાડાઓને સત્‍વરે રીપેર કરવા બાબતે, રેમન્‍ડ ખડકી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓના કાયમી ઉકેલ બાબતે, હાઈવેના તમામ ઓવરબ્રિજ ઉપર બંધ સ્‍ટ્રીટ લાઈટ બાબતે, એન એચ સ્‍ટેટ કપરાડા હાઇવેનું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સોલ્‍યુશન બાબતે, વાપી રેલવે સ્‍ટેશન પાસે થતી ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ બાબતે, હાઈવે ડ્રેનેજ લાઈન ઉપરના કવર સહિતના વિવિધ મુદ્દા જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજૂ કરાયા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચેપલોત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્મા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકી, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, ઈન્‍ચાર્જ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી એન.એચ.ગજેરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment