(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ આર.ટી.ઓ. કચેરી દ્વારા જિલ્લામાં તા.26/07/2024 થી તા.25/08/2024 સુધી એક મહિનામાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં ડમ્પર, ટ્રક, બસ, રિક્ષા, બાઈક તથા સ્કૂટર જેવા વાહનોને પૂરપાટ ઝડપે ચલાવવા, વાહનની ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડવા, રોંગ લેન ઉપર ચાલતા ટ્રક ચાલકો તથા વાહનમાં પરમીટ વગર, વીમા વગર, ફીટનેસ વગર તથા ઓવર સ્પીડમાં વાહન ચલાવવું, ગેરકાયદેસર પાર્કિંગ કરવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું તેમજ મોટર વાહન અધિનિયમ 1988 અને તેના હેઠળના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 1677 વાહનોને કુલ રૂા. 58,28,331, જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ઓવર સ્પિડીંગના 260 કેસમાં રૂા. 598500, વીમા વગરના 274 કેસમાં રૂા. 548000 અને રોંગ લેન ડ્રાઈવિંગના 42 કેસમાં રૂા. 168700નો દંડ નોંધનીય હતો.