October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોને મળવી જોઈએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: તાજેતરમાં ચોમાસા દરમ્‍યાન ભારે વરસાદના કારણે વલસાડ શહેરની આસપાસનાં ગામોમાં રસ્‍તાઓ મોટા પાયે ટૂટી જવા પામેલ હતાં તેને તાત્‍કાલિક અસરથી બનાવવા માટે વલસાડ જિલ્લા ભાજપના અન્‍ય ભાષાભાષી સેલનાં માજી સંયોજક વિજય ગોયલે એક પત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, ચોમાસું દરમ્‍યાન જિલ્લાની સધ્‍ધર ગ્રામપંચાયતોએ ટૂટેલારસ્‍તાઓની રીપેરીંગ કામ કરાવ્‍યું છે. પરંતુ અન્‍ય ગ્રામપંચાયતો આર્થિક સમસ્‍યાઓનાં કારણે રીપેરીંગ કામ ઉચિત રીતે કરાવી શકી નથી માટે જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર થયેલા છે તેમને તાત્‍કાલિક અસરથી ગ્રાન્‍ટની રકમ ફાળવવામાં આવે. તથા જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર નથી થયાં ત્‍યાં તાત્‍કાલિક અસરથી રસ્‍તાઓ મંજૂર કરી ગ્રાન્‍ટ ઝડપથી ફાળવવામાં આવે કારણકે લોકસભાની ચૂંટણીનાં કારણે માર્ચ-એપ્રિલ મહિનામાં આચાર સંહિતા લાગુ પડી શકે છે. બિસ્‍માર રસ્‍તાઓના કારણે લોકોમાં ભારે નારાજગી છે જેને ધ્‍યાનમાં રાખી અધિકારીઓને જવાબદારી સોંપવા માટે વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને અનુરોધ કર્યો છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોનાં નાગરિકોને મળવી જોઈએ જે ગ્રામપંચાયતો વલસાડ જિલ્લાની નગરપાલિકાઓની આસપાસ આવેલ છે તેમાં મળે છે કે નહીં તે તપાસ કરાવી એ ગ્રામ પંચાયતોનાં લોકોને અપાવવા કાર્યવાહી કરવા વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે.

Related posts

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

Leave a Comment