October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી દમણીઝાપા સ્‍થિત ઐતિહાસિક તળાવના કિનારે આવેલ એકલિંગી મહાદેવનું મંદિર પારડી તથા આજુબાજુના ગામોના ભક્‍તજનો માટે ભક્‍તિ અને આસ્‍થાનું પ્રતિક હોય દૂર દૂરથી અહીં લોકો દર્શને આવતા હોય છે.
શ્રાવણ મહિનો એટલે મહાદેવની પૂજા અર્ચના કરી એમને રીઝવવાનો મહિનો નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ શ્રાવણ મહિનામાં ફક્‍ત સોમવારનો ઉપવાસ કરી ભોળેનાથને પામવાનો માર્ગ સરળ કરે છે.
આજરોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારની સાથે સોમવતી અમાસ પણ હોય આ સોમવારનું ખૂબ મહત્‍વ વધી જાય છે. પારડીના એકલિંગી મહાદેવ મંદિરમાં આજના આ પવિત્ર દિવસે પૂજારી ચેતનભાઈ તથા ભક્‍તિબેનની સાથે નિકિતાબેન, સુમિત્રા દાદી, જીતેન્‍દ્રભાઈ, હેમંતભાઈ જેવા ભક્‍તો દ્વારા એકલિંગી મહાદેવને રુદ્રાક્ષ, સાબુદાણા તથા મૈસુરની દાળ અને મહાદેવના જ 12 જ્‍યોર્તિલિંગ અને 108 પાર્થિવ શિવલિંગનો તથા 108 દિવડાઓનો આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્‍યો હતો.
આજે સાંજ સુધી ભક્‍તજનોના દર્શન માટે આ શણગાર કરેલ શિવલિંગ રાખવામાં આવશે. ત્‍યારબાદ આ તમામ શિવલિંગનો પારડી પાર નદી ખાતે વિસર્જન કરવામાં આવશે. મંદિરના પૂજારી ચેતનભાઈ અને ભક્‍તિબેને જણાવ્‍યુંહતું કે દરેક સોમવારે અહીં ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે. જેથી ભક્‍તોજનો શિવજીના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે.

Related posts

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

Leave a Comment