January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.6:
વાપી જીઆઈડીસીના સી ટાઈપ ટાંકી સામેના માર્ગ પરથી રાહદારીના હાથમાંથી બાઈક સવાર બે ઈસમોએ મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ બનાસકાંઠાનો વતની અને હાલ વાપી નજીકના છીરી ગામ, રામનગર ભાગવત બિલ્‍ડીંગમાં સુનિલ શાંતિભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. ગત તારીખ 2-12-21 ના રોજ તેઓ રાબેતા મુજબ નોકરીએ ગયા હતા અને રાત્રીના આંઠેક વાગ્‍યે નોકરીનો સમય પૂરો કરી ત્‍યાંથી પરત ઘરે ચાલતો જઈ રહ્યો હતો અને મોબાઈલ ફોન ઉપર ગીત સાંભળતો જતો હતો ત્‍યારે વાપી જીઆઈડીસી, સી ટાઈપ પાણીની ટાંકી સામેથી પસાર થતો હતો ત્‍યારે બાઈક પર બે ઈસમો આવ્‍યા હતા અને એક ઈસમે તેમના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. જે બનાવની ફરિયાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે નોંધાવી હતી. મોબાઈલ ફોનની કિંમત 10 હજાર આંકવામાં આવી છે.

Related posts

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

Leave a Comment