Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધમડાચી ગામે પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલને ચાલુ કાર્યક્રમમાં નશામાં ધુત યુવાનની ગોળી મારવાની ધમકી

ચન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર પાટોત્‍સવના ધાર્મિક કાર્યક્રમમાં હજારોની
હાજરીમાં બનેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ નજીક ધમડાચી ગામમાં ચન્‍દ્રેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમમાં પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન હજારોની મેદની વચ્‍ચે એક નશામાં ધુત યુવાને આવીને ગાયક મુકેશ પટેલને જાહેરમાં ગોળી મારવાની ધમકી આપી કહ્યું હતું કે તું મને ઓળખે છે?, ઉડાવી દઈશ. ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ હતી.
પાલણ ગામના પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલનો ધમચાડી છપ્‍પન નગરી સ્‍થિત ચન્‍દ્રોશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમ ચાલતો હતો ત્‍યારે નશામાં ધુત યુવાને હલ્લાબોલ કરીને ગાયક મુકેશ પટેલને બંદુક મારવાની જાહેરમાં ધમકી ઉચ્‍ચારતા કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો. લોકોએ સમજાવી બુજાવી મામલો થાળે પાડયો હતો અને માગણી કરી હતી કે આવા તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી કરે. આખી ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી.

Related posts

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment