October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી શહેરમાં વિનામૂલ્‍યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: આજરોજ રૂખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્‍તરણ રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75માં વનમહોત્‍સવની ઉજવણી તાલુકા પ્રમુખ નવસારી શ્રીમતી પ્રતિભા બેન ડી. આહીરની અધ્‍યક્ષતામાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઈ, પ્રાંત અધિકારી નવસારી શ્રી જનમ ઠાકોર, મામલતદાર નવસારી શહેર શ્રી અર્જુન વસાવા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અલ્‍પેશભાઈ પટેલ, કેતકીબેન આર. દેસાઈ, રોટરી કલબ નવસારી પ્રેસિડેન્‍ટ શ્રી હિતેશભાઈ શાહ તેમજ તાલુકાની વિવિધ એન.જી.ઓ., વિદ્યાર્થીઓ, નગરજનો પ્રકૃતિપ્રેમીઓની હાજરીમાં રૂખમણિ સોસાયટીના રહિશ તમામ માતાઓની હાજરીમાં ‘‘એક પેડ માઁ કે નામ” અભિયાન સાથે વાવેતર કરાયું હતું.
આ સાથે વન્‍યપ્રાણી સંવર્ધન માટે ઉત્‍કળષ્ઠ કામગીરી કરનાર એન.જી.ઓ અને વ્‍યક્‍તિઓને નવાજવામાં આવ્‍યા હતા. અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી શહેરમાં વિનામૂલ્‍યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી.

Related posts

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

Leave a Comment