October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી ભીતવાડી સુધીના પગપાળા રોડ શોમાં દમણ જિલ્લાના દરેક ગામ, ફળિયા, શેરીમાંથી ઉમટેલા કાર્યકર્તાઓના ટોળાં

ભાજપના સેંકડો ટેકેદારો, કાર્યકરો સાથે વાજતે-ગાજતે અને આનંદ-ઉત્‍સાહ સાથે ભરેલું ઉમેદવારી પત્રક


પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કાર્યકરોના ઉત્‍સાહને જોઈ ઐતિહાસિક ભવ્‍ય વિજયની કરેલી આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે પોતાના અને પક્ષના સેંકડો ટેકેદારો-કાર્યકરો સાથે વાજતે-ગાજતે ઉમેદવારી પત્રક ભર્યું હતું. ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી ભીતવાડી સુધીના પગપાળા રોડ શોમાં દમણ જિલ્લાના દરેક ગામ, ફળિયા, વોર્ડમાંથી કાર્યકરો ઉમળકાભેર ઉમટી પડયા હતા અને ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને ઊંચકી લઈ વિજયનૃત્‍ય પણ કાર્યકરોએ કર્યું હતું. કાર્યકરોના જોમ-જુસ્‍સા અને ઉત્‍સાહથી ભાજપના પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સહ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ પણ ખુશ ખુશ થઈ ગયા હતા અને વિજયનો વિશ્વાસપાક્કો હોવાનું પણ જાહેર મંચ ઉપરથી જણાવ્‍યું હતું.
આજે સવારે ભાજપના ઉમેદવાર અને ત્રણ ટર્મના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના ઘરથી પ્રસ્‍થાન કરવા પહેલાં વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ અને પરિવારે પુષ્‍પમાળા પહેરાવી મોં મીઠું કરી રવાના કર્યા હતા.
નાની દમણ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દમણ-દીવ ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ અવસરે સહ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી બી.એમ.માછી, શ્રી નવિનભાઈ પટેલ સહિતના વરિષ્‍ઠ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ઉમેદવારી પત્રક ભરવા જવા માટે એકત્ર સેંકડો કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ચૂંટણીના દિવસ 7મી મે સુધી શ્રી લાલુભાઈ પટેલને જંગી બહુમતિથી જીતાડવા અને આ બેઠક પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભેટ આપવાના ધ્‍યેયને વળગી કામ કરવા આહ્‌વાન કર્યું હતું.
દમણ-દીવ ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, ‘અબકી બાર 400 પાર’ ‘ફિર એક બાર મોદી સરકાર’ અને ચોથી બાર લાલુભાઈ પટેલનો વિજય નિヘતિછે.
દમણ કલેક્‍ટરાલયમાં ચૂંટણી અધિકારી શ્રી સૌરભ મિશ્રા સમક્ષ વિજય મુહૂર્ત 12:39 વાગ્‍યે શ્રી લાલુભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક સુપ્રત કર્યું હતું.

Related posts

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

Leave a Comment