January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે દેશની ખાલી પડેલ લોકસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજવા માટેનો ઘડાતો તખ્તો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૫ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમબંગાળમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ ૩૦મી સપ્ટેમ્બર ઘોષિત કરવામાં આવી છે અને ચૂંટણી પંચે દેશના બીજા રાજ્યોમાં ખાલી પડેલ વિધાનસભા અને લોકસભાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણી માટે કોરોના મહામારીના કારણે નિર્ણય નહીં લીધો હોવાનું પણ જણાવાયું છે.
ચૂંટણી પંચ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલ વિધાનસભા અને દાદરા નગર હવેલી સહિત લોકસભાની પેટા ચૂંટણી માટે અત્યારે નિર્ણય નહીં લેતાં હવે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોની વિધાનસભા સાથે ૨૦૨૨ના આરંભમાં થવાની સંભાવના છે. તેથી દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી પણ ૨૦૨૨ના જાન્યુઆરી/ ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા દેખાઈ રહી છે.

Related posts

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

Leave a Comment