October 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્‍તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્‍ય ધામમાં માઁ વિધાતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન કરીને અસંખ્‍ય લોકોએ ધન્‍યતા અનુભવી હતી. અહિ આ ધામે માઁનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો” તેમજ કર્તવ્‍યકર્મ, કર્મભક્‍તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્‍તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્‍ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્‍વિક શક્‍તિની આરાધના કરવા લાગ્‍યા છે.
આ ધામેગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિંયા આ ધામે સ્‍વચ્‍છતા શિષ્‍ટતા જોઈને લોકો પણ પોતાના જીવનમાં સ્‍વચ્‍છતા અને શિષ્‍ટતાનું પાલન કરતા થયા છે. આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્‍ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment