Vartman Pravah
દમણ

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૫
આજરોજ તા.૦૫મી સપ્ટેમ્બર નિમિત્તે ડાભેલ પ્રાથમિક શાળામા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિવસ નિમિત્તે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્દિરાબેન પટેલે પોતાના ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરી દર વર્ષે ઉજવવામાં શિક્ષક દિવસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કોવિદ ગાઈડ લાઈનનું પાલન કરી કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી હતી. શાળાની ચાર વિદ્યાર્થીનીઓને આજના અવસરે ઍક દિવસ માટે શિક્ષિકા બનવાની તક મળી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા શ્રીમતી ઈન્દિરાબેન પટેલ, શિક્ષક શ્રી કિરીટભાઈ, શ્રી જગદીશભાઈ, શ્રી કૃષ્ણભાઈ, હેમલતાબેન, ભારતીબેન, રેખાબેન, વૈશાલીબેન, દક્ષાબેન, કામિનીબેન, દર્શનાબેન, ફાલ્ગુનીબેન, મીનાબેન, જ્યોત્સનાબેન, કૈલાશબેન અને વિણાબેન વિશેક્ષ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની નવી પેઢીને સુશિક્ષિત બનાવવા પંચાયતનું લક્ષઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment