December 2, 2025
Vartman Pravah
દમણ

દમણવાડા ખાતે ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની બહેનો માટે પાપડ-અચારના પેકિંગ અને માર્કેટિંગની તાલીમ શિબિરનો આરંભ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનમાં સંઘપ્રદેશ પણ તૈયારઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી પ્રદેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અભિયાનનો આરંભઃ પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવત, જિલ્લા પંચાયતના સીઈઓ આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાઍ સંભાળેલો મોરચો

  • (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
    દમણ, તા. ૦૫
    દમણવાડા ગ્રામ પંચાયતના કોમ્યુનીટિ હોલમાં શનિવારે આજીવિકા મિશન અંતર્ગત સેલ્ફ હેલ્પ ગૃપની બહેનો માટે પાપડ અને અચાર(અથાણાં)ના પેકિંગ અને માર્કેટિંગની છ દિવસની તાલીમ શિબિરનો શુભારંભ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને જિ.પં.સભ્ય શ્રીમતી ફાલ્ગુની પટેલે કરાવ્યો હતો.
    સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કરવામાં આવેલ અભિયાનના ભાગરૂપે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને તેમના સ્ટાફે પડકાર ઝીલી સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોને પાપડ બનાવવાના ૩ મશીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ યોગ્ય પેકિંગ અને માર્કેટિંગ માટે પણ કરાયેલી વ્યવસ્થાની સાથે બહેનોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    આ પ્રસંગે રૂરલ સેલ્ફ ઍમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ખાનવેલ-દાનહના ડાયરેક્ટર શ્રી સુનિલ માલીઍ સમગ્ર કાર્યક્રમની સમજ આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ વસ્તુની સફળતા માટે તમારો લક્ષ સ્પષ્ટ હોવો જાઈઍ અને તાલીમ દરમિયાન આપણું ફોકસ ક્વોલીટીવાળા પાપડ બનાવી તેના ઉત્કૃષ્ટ પેકિંગ અને વિતરણનું છે. તેમણે સાડીના ઍકસરખા પરિધાનમાં સજ્જ થઈને આવેલ બહેનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજે તેઓ આપણા બધાની વચ્ચે જુદા તરી આવે છે. તે રીતે આપણા ઉત્પાદનનું પેકિંગ પણ વ્યવસ્થિત થવું જાઈઍ જેથી તે દેખાવમાં સુઘડ લાગે. તેમણે તાલીમ દરમિયાન આવરી લેનારા વિવિધ વિષયોની પણ રોચક શૈલીમાં માહિતી આપી હતી.
    આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીઍ બહેનોને પોતાનું સંગઠન જાળવી રાખવા આહ્વાન કયુ હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આત્મનિર્ભર અભિયાનનો આરંભ દમણવાડાથી જ થયો છે અને દમણવાડા ગ્રામ પંચાયતે ગ્રામજનોની મહેનતથી મશરૂમ, વર્મીકમ્પોસ્ટ અને આત્મનિર્ભર અભિયાનમાં પણ લીડ મેળવી છે જેને જાળવી રાખવા અને પંચાયત વિસ્તારને સ્વચ્છ તથા સુંદર બનાવવા પણ બહેનોને પ્રેરિત કરી હતી.
    દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોને પાપડના મશીન અપાવવા પોતે કરેલા પરિશ્રમનો ચિતાર આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલી વિવિધ યોજનાઓને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા અસરકારક રીતે કાર્યાન્વિત કરાતા તેનો લાભ પ્રદેશને મળી રહ્ના છે.
    આ પ્રસંગે ઍનઆરઍલઍમના સ્ટેટ મિશન મેનેજર સુશ્રી દિક્ષા શર્માઍ પણ પ્રાસંગિક ઉદ્બોધન કયુ* હતું. સેલ્ફ હેલ્પ ગૃપના અધ્યક્ષ શ્રીમતી જાશીલાબેન બારીના નેતૃત્વમાં બહેનોઍ સ્વનિર્ભર બનવા પોતાની તત્પરતા દર્શાવી હતી.
    આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડિસ્ટ્રીક્ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચા સહિતની ભૂમિકા રહી હતી.

Related posts

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

Leave a Comment