દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રાષ્ટ્રપતિ, નાણાંમંત્રી અને રક્ષામંત્રી સાથે વિવિધ મહત્વના મુદ્દાઓ બાબતે કરેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી રાજધાની દિલ્હીની યાત્રાએ છે. આ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, દેશના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ તથા દેશના રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય મહાનુભાવો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી અનેકેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ માટે જરૂરી મહત્વના મુદ્દાઓ બાબતે ગહન ચર્ચા-વિચારણાઓ કરી હતી.