March 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

માંદોની ચોકીના ઈન્‍ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112 તથા શષાાગાર અને વાયરલેસ સેટ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દાદરા નગર હવેલીના બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકોને આજે શૈક્ષણિક પ્રવાસ કરાવાયો હતો જેમાં ખાનવેલ પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી પોલીસની કાર્યપ્રણાલીની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. બાળકોની જીજ્ઞાસાનો પોલીસના જવાનોએ સાહજિક રીતે જવાબો આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ઈકો ફ્રેન્‍ડલી કાર્યક્રમ હેઠળ બેડપા પટેલાદની સરકારી શાળાના બાળકો આજે ખાનવેલ પોલીસ સ્‍ટેશન પરિસરમાં પહોંચ્‍યા હતા. જ્‍યાં માંદોની ચોકીના ઈન્‍ચાર્જ શ્રી ભરત પરમારે બાળકોનું સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, પોલીસ એ જનતાનો મિત્ર છે. મુલાકાત દરમિયાન બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ તથા જન સુનાવણીરૂમમાં લઈ જવાયા હતા અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112, શષાાગાર તથા વાયરલેસ સેટ અંગેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી ભરત પરમારે પોલીસ ‘જનતાનો મિત્ર’ છે તેથી ક્‍યારેય પણ કોઈપણ મુશ્‍કેલીના સમયે સંકોચ વગર પોલીસને જાણ કરવા જણાવ્‍યું હતું. પોલીસ 24 કલાક હંમેશા મદદ કરવા માટે તૈયાર છે. ત્‍યારબાદ બાળકોને આપાતકાલિન નિયમો બાબતે જાણકારી આપવા અને તેનું પાલન કરાવવા શિક્ષકોને માર્ગદર્શન આપ્‍યું હતું. શિક્ષકો તથા આચાર્યશ્રીને માહિતી આપવામાં આવી હતી કે, બાળકોને શાળાનું ઓળખપત્ર, વાલીનો મોબાઈલ નંબર, બ્‍લડ ગ્રુપની જાણકારી રાખવી જરૂરી છે. જેથી આપાતકાળની સ્‍થિતિમાં તાત્‍કાલિક મદદ કરી શકાય. બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટેના વાહનચાલકો, હેલ્‍પરોની હંમેશા ઓળખ રાખવી અને તેમનો મોબાઈલ નંબર તથા પુરૂં સરનામું રાખવા શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીને જણાવ્‍યું હતું.

Related posts

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment