Vartman Pravah
ગુજરાતવાપી

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે મહારાષ્ટ્ર ભિલાડ સહિત ચાર બોર્ડર ઉપર આરોગ્ય વિભાગનું ચેકીંગ અભિયાન

મહારાષ્ટ્રથી આવતા વાહનોનું પોલીસ અને આરોગ્ય ટીમો દ્વારા તપાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬
કેરલ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ બાદ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે ઍલર્ટ મોડ ઉપર આવી ગયેલ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ દ્વારા ઉપર આવેલ ચાર ચેકપોસ્ટ ઉપર સઘન કોરોના ચેકીંગ અભિયાન હાથ ધરી દીધું છે. તમામ ખાનગી વાહનોનું પોલીસ અને આરોગ્ય વિભાગ ચેકીંગ કરે છે. જા કંઇ તકલીફ કે જરૂરી દસ્તાવેજ રજૂ ના કરી શકે તેવા લોકોનો પ્રવેશ અટકાવાઈ રહ્ના છે. ત્રીજી કોરોના લહેર પૂર્વે જિલ્લા આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રની ગુજરાતમાં પ્રવેશ ચાર બોર્ડર, ભિલાડ, ધરમપુર-૧ અને કપરાડા ચેકપોસ્ટોથી ચેકીંગ કામગીરી આરંભી દેવાઈ છે. થર્મલ ટેસ્ટ, ઍન્ટીજન ચેકીંગ સ્કીનીંગ અને વેક્સીનેશન સર્ટીની તપાસ આરોગ્ય વિભાગ, પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતી કારો અને ખાનગી વાહનોને ગુજરાતમાં પ્રવેશ અટકાવાઈ રહ્ના છે. ચેકીંગ કામગીરીને લઈને ભિલાડ ચેકપોસ્ટ ઉપર લાંબી વાહનોની કતારો લાગેલી જાવા મળી હતી. ગુજરાત સરકાર ત્રીજી લહેર કોરોનાની અટકાવવા માટે તમામ મોરચે કટીબદ્ધ બની રહી છે.

Related posts

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

પારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્‍માત

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment