April 27, 2024
Vartman Pravah
Breaking Newsદેશ

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

(જી.એન.એસ)
નવી દિલ્હી , તા.૦૬
તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સરકારની રચનાને આગામી સપ્તાહ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. મુજાહિદે કહ્યું હતું કે, તાલિબાન એક એવી સરકાર રચવા રચવા સંઘર્ષ કરી રહ્યું છે જે સમાવેશી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વીકાર્ય હોય. એવું માનવામાં આવે છે કે, તાલિબાન આગામી થોડા દિવસોમાં કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરશે જેનું નેતૃત્વ સંગઠનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર કરી શકે છે. અગાઉ તાલિબાને ચીનને પોતાનું સૌથી મહત્વનું ભાગીદાર ગણાવીને કહ્યું હતું કે, તેને અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ અને તાંબાના તેના સમૃદ્ધ ભંડારનું દોહન કરવા માટે ચીનની આશા છે. અફઘાનિસ્તાનના તમામ પ્રાંતો પર કબજાનો દાવો કર્યા બાદ તાલિબાને ટૂંક સમયમાં જ સરકાર રચવાનો ર્નિણય લીધો છે. તેને ધ્યાનમાં રાખીને સંગઠને ચીન, પાકિસ્તાન, રૂસ, ઈરાન, કતાર અને તુર્કીને સરકારની રચના માટેના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું છે. તાલિબાનના આ આમંત્રણથી સ્પષ્ટ થાય છે કે, આ દેશોની સરકારોએ પહેલેથી જ સંગઠનનો સંપર્ક સાધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીન, રૂસ, તુર્કી અને પાકિસ્તાને તો પોતાના દૂતાવાસોમાં પહેલાની જેમ કામ પણ ચાલુ રાખ્યું છે. જાેકે હજુ સુધી ભારતને તાલિબાન સાથે કોઈ સત્તાવાર સંપર્ક નથી થયો.

Related posts

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિથી પુરની ભીતી : જિલ્લામાં યલો એલર્ટ : તમામ નદીઓ બે કાંઠે

vartmanpravah

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

vartmanpravah

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

Leave a Comment