October 14, 2025
Vartman Pravah
નવસારી

ચીખલીમાં બિટીઍસ દ્વારા ભોગ બનનાર વધઇના આદિવાસી પરિવારો સાથે રાનકુવાથી પગપાળા રેલી યોજી ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

પોલીસ મથકના આ દુઃખદ ગંભીર બનાવ પર શરૂઆતથી જ પડદો પાડી દેવાની ફિરાકમાં રહેલ પોલીસ આરોપી પોલીસોની ધરપકડ નહી કરી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી આરોપીઓને પૂરતો સમય આપી રહી છે. આદિવાસીઓ ઉપર અત્યાચારના બનાવમાં કેટલાક આદિવાસી નેતાઓ પણ મૌન સેવી રહ્ના છે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૬
ચીખલીમાં બિટીઍસ દ્વારા ભોગ બનનાર વધઇના આદિવાસી પરિવારો સાથે રાનકુવાથી પગપાળા રેલી યોજી ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડબલ હત્યા કેસના બિન્દાસ ફરતા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે માંગણી નહીં સંતોષાય તો ધારાસભ્ય સંસદ સભ્યોનો ઘેરાવો જેલભરો આંદોલન પોલીસ મથકને તાળાબંધી સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
બિટીઍસના પ્રદેશ મહામંત્રી શ્રી પંકજભાઈ દેગામ, જિલ્લા પ્રમુખ શ્રી પંકજભાઈ સાદડવેલ સહિતનાની આગેવાનીમાં ભોગ બનનાર વધઇના આદિવાસી પરિવારોને સાથે રાનકુવા ચાર રસ્તાથી પગપાળા રેલી યોજી પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયાને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યાનુસાર ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસની ભૂંડી ભૂમિકા અને રક્ષક જ ભક્ષક બનેલ જેમાં ડાંગ જિલ્લાના વધઇના આદિવાસી સમાજના બે નાની ઉંમરના છોકરાઓને ગેરકાયદેસર અપહરણ કરી બિન અધિકૃત રીતે અટકાયત કરી ઘણા દિવસો સુધી ગોંધી રાખી ભૂખ્યા અને તરસ્યા રાખી માનવ અધિકારીનો ભંગ કરી ખોટી રીતે સખત માર મારી કેબલ વાયરથી ગળે ફાંસો આપી જાનથી મારી નાંખી ઍક જ પંખા ઉપર બંનેને લટકાવી દઈ આત્મહત્યામાં ખપાવી દેવા ષડયંત્ર બનાવી ડબલ હત્યા કરી પુરાવાનો નાશ કરી હત્યાના પાંચ દિવસ બાદ ચોરીની ખોટી ઍફઆઈઆર કરવામાં આવેલ છે.
ઉપરોક્ત બનાવમાં મોડે મોડે પોલીસે તાત્કાલિન પીઆઇ અજીતસિંહ વાળા, પોલીસ કર્મી શ્રી શક્તિસિંહ ઝાલા, રામજી ગયા પ્રસાદ યાદવ, રવિન્દ્ર રાઠોડ સહિતના સામે હત્યા, અપહરણ, ઍટ્રોસિટી ઍકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગુનો નોંધાયાને ઍક માસ કરતા વધુ સમય વીતવા છતાં ધરપકડ કરાઈ નથી. જેમાં નવસારી પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેમ ન હોય ભીનું સંકેલવાની પુરી શકયતા હોય સીટની રચના કરી તપાસ થવી જોઈઍ અન્યથા ઍજન્સી બદલી સીઆઇડી ક્રાઈમને તપાસ સોપવામાં આવે તેવી માંગ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ આપવામાં આવી છે. રેલી દરમ્યાન પીઍસઆઇ-ઍસ.વી.આહિર, ડી.આર.પઢેરિયા, કે.ઍમ.વસાવા, ઍસ.ઍસ.માલ સહિતનાનો કાફલો ખડકી દેવાયો હતો.

Related posts

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

ચીખલી તાલુકામાં દીપડા દેખાવાના બનાવોમાં ઉતરોતર વધારો: રાનકુવામાંથી દીપડો પાંજરે પુરાયો તો ઘેજમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી જ્‍યારે ખુડવેલમાં જાહેરમાં લટાર મારતો દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment