Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23 : આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે 21મી સપ્‍ટેમ્‍બર, 2024ના રોજ ગોમતીમાતા બીચ, ખાતે ફિશરીઝ વિભાગ-દીવ, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત અને વણાંકબારા ગ્રામ પંચાયત, સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયત, શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયતના સંયુક્‍ત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી. નેશનલ સેન્‍ટર ફોર કોસ્‍ટલ રિસર્ચ (એન.સી.સી.આર.)એ ભારતમાં પૃથ્‍વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઈએસ) સાથે જોડાયેલ સંશોધન સંસ્‍થા, ચેન્નઈના સહયોગથી ગોમતી માતા બીફ સાફ-સફાઈ કરવામાં આવે છે. આ બીચ સફાઈ કાર્યક્રમમાં સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ, મામલતદાર, ફિશરીઝ ઓફિસર, ગ્રામ પંચાયતના સરપંચો, મંત્રી શ્રી જેન્‍તીલાલભાઈ, શ્રી નરોત્તમભાઈ અને શ્રી પ્રતિકભાઈ, ગ્રામ પંચાયતના સભ્‍યો, સરકારી કર્મચારીઓ તેમજ સરકારી ઉચ્‍ચતર કુમાર શાળાના વિદ્યાર્થીઓ,આચાર્યશ્રી તેમજ યુવાનો, અગ્રણીઓએ કોસ્‍ટલ સફાઈ દિવસ-2024માં ભાગ લીધો હતો. તમામ વ્‍યક્‍તિઓએ બીચ પર પડેલા પ્‍લાસ્‍ટિક સહિતના કચરાનો નિકાલ કરીને બીચને સ્‍વચ્‍છ બનાવવામાં આવ્‍યો હતો. બીચની સફાઈ દરમિયાન બીચ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકઠો કરવામાં આવ્‍યો હતો.
આ સફાઈ કામગીરીનો મુખ્‍ય હેતુ પ્રાણજીવ સૃષ્‍ટિનો વિનાશ અટકાવવામાં અને દરિયાકિનારાને પ્‍લાસ્‍ટિક પ્રદૂષણથી મુક્‍ત કરવાનો હતો. જેનાથી માછલીઓ સહિત દરિયાઈ જીવસૃષ્‍ટિને બચાવી શકાય. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશકુમાર છગન બારીયાએ કર્યું હતું.

Related posts

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા ત્રિરંગા રેલી યોજાઈ: એકતા, અખંડિતતા અને અનુશાસનનો આપેલો સંદેશ

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

Leave a Comment