October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ગ્રામ પંચાયત ખાતે રોટરી ક્લબ દાનહ અને આદિત્ય એનજીઓ દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિર યોજાઈ

હ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્‍લબ ઓફ દાનહ, આદિત્‍ય એનજીઓના સહયોગ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત નિઃશુલ્‍ક આઈ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં આંખની તપાસ બાદ જેઓને મોતિયા બિંદ હોય તેઓને રોટરી આઈ ઈન્‍સ્‍ટિટયૂટ નવસારી ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે અને જેઓના નંબર આવ્‍યા હોય તેઓને મફત ચશ્‍માનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પનો મોટી સંખ્‍યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
આ અવસરે આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી, ભાજપા મંડળ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી, રોટરી ક્‍લબ દાનહના પ્રતિનિધિ શ્રી વિરલસિંહ રાજપૂત સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

વાપી-વલસાડમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરાયો

vartmanpravah

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

Leave a Comment