April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.20: વાંસદા તાલુકાને અડીને આવેલ ચીખલી તાલુકાના છેવાડાના માંડવખડક, સારવણી સહિતના ગામોમાં સવારે લોકો રૂટિન મુજબ કામોમાં વ્‍યસ્‍ત હતા. તે દરમ્‍યાન સવારના 10.26 કલાકે ધરતીકંપનો આંચકો આવતા ધરાધ્રુજી ઉઠવા સાથે ઘરમાં વાસણો પણ રણકી ઉઠ્‍યા હતા. અને ફરીવાર લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, વાંસદાનો કેલીયા ડેમ ચોમાસામાં પાણીથી છલોછલ થઈ ગયા બાદ કેલીયાડેમ નજીકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષથી આ રીતે અવાર નવાર આંચકા આવતા રહે છે. જોકે તંત્ર દ્વારા અગાઉના વર્ષોમાં આ વિસ્‍તારમાં તીવ્રતા માપવા માટે સીસ્‍મોગ્રાફી યંત્ર મૂકાયું હતું. પરંતુ બાદમાં ઊંચકી લેવાયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે અવાર નવાર આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ ઉભો થાય એ સ્‍વાભાવિક છે. જોકે કોઈ નુકશાની ન થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.
સારવણીના અગ્રણી સુનિલભાઇના જણાવ્‍યાનુસાર દર વખતે કરતા આજના આંચકની તીવ્રતા વધુ હતી. અને 6 થી 7 સેકન્‍ડ જેટલો સમય ભૂકંપનો ચાલુ રહ્યો હતો. ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા અસરગ્રસ્‍ત ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ કોઈઅધિકારી આવતા નથી.

Related posts

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment