January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં તા.17/10/2022ના રોજ બાગાયત પોલીટેકનીક, પરીયાના ટીમ મેનેજરશ્રી ર્ડા. હિમંત પટેલના નેતૃત્‍વ હેઠળ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ ચેસની સ્‍પર્ધા એગ્રીકલ્‍ચર કોલેજ વ્‍યારા ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં ગર્લ્‍સ ટીમમાં પટેલ દિવ્‍યા, ચૌહાણ દેવાંગી, કોડપુલ્લી આદિથ્‍યા, પટેલ હરિણી, પટેલ ભામિની આ ટીમે પ્રથમ વિજેતાનો ટાઈટલ જીતી લીધો હતો. તથા બોયઝ ટીમમાં અધયારૂ કિશન, ભંડેરી હિમાંશુ, રાવલ કુલદિપ, નાયક દેવ, ડાભી અભિષેક આ ટીમ દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. આમ, આ ચેસની સ્‍પર્ધામાં જીતનાર બન્ને ટીમોને ટ્રોફી અને પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. આ અનેરી સિધ્‍ધિ માટે બાગાયત પોલીટેકનીક પરીયાના આચાર્ય ર્ડા.શરદ એસ. ગાયકવાડ અને તમામ સ્‍ટાફગણ તરફથી ચેસની સ્‍પર્ધામાં જીતનાર રમતવીરો અને ટીમ મેનેજરને હર્ષભેર અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. રમતવીરોએ મેળવેલ જીતની ટ્રોફીથી બાગાયત પોલીટેકનીક પરીયાને ચાર ચાંદ લાગી ગયા હતા.

Related posts

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment