October 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

રેલ્‍વે પોલીસે બે સુરતના રત્‍ન કલાકાર અને એક અન્‍યની ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
રેલ્‍વે મુસાફરી દરમિયાન કેટલાક અસામાજીક તત્‍વો ચાલુ ટ્રેનમાં ગમે તેવા અભદ્ર વહેવાર કરતા સહેજ પણ અચકાતા હોતા નથી. તેવું જ કંઈક વલસાડ સ્‍ટેશને બન્‍યું હતું. તેજસ એક્‍સપ્રેસ ટ્રેનમાં દારૂ પીનેછાકટા બનેલ ત્રણ યુવાન મુસાફરોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
વલસાડ રેલ્‍વે સ્‍ટેશન તેજસ એક્‍સપ્રેસ ટ્રેનમાં ત્રણ યુવાનો દારૂના નશામાં ચકચૂર બનીને મુસાફરોની વચ્‍ચે ચેનચાળા કરી રહ્યા હતા. ટ્રેન ઉભી રહી ત્‍યારે રેલ્‍વે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તરત કાર્યવાહી કરી રાજેશ કિશોર પંડીત, જયદીપ ગોવિંદ ચુડાસમા અને ડેની રમેશભાઈ સુરતી નામના ત્રણેય પિધ્‍ધડોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ત્રણેય પૈકી બે રત્‍ન કલાકારો હતા અને 18 થી ર0 વર્ષની ઉંમરના હતા. પોલીસ ધરપકડ બાદ ત્રણેયનો દારૂનો નશો ઉતરી ગયો હતો.

Related posts

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

Leave a Comment