September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

તમાકુ વ્‍યસન છોડવા માગતા વ્‍યક્‍તિ ટોલ ફ્રી હેલ્‍પ લાઇન નંબર 1800112356 પરથી મદદ મેળવી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ તાલુકાના ફણસવાડાની સાર્વજનિક માધ્‍યમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતીના ચેરમેન શ્રીમતી કલ્‍પનાબેન આર. પટેલની અધ્‍યક્ષતામાં આરોગ્‍ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મનોજ પટેલનાં માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ‘‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઇન 2.0” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને તમાકુ સેવનનાં કારણે થતાં ગંભીર રોગો જેવા કે મોઢાંનું કેન્‍સર, લકવો, હૃદય રોગ, ટી.બી. નપુસંકતા જેવા રોગો તેમજ અન્‍ય ગેરલાભો વિશે વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં મોટીસંખ્‍યામાં શાળાનાં વિદ્યાર્થીઓ તથા સ્‍ટાફ હાજર રહ્યા હતા.
‘‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઇન 2.0” કેમ્‍પેઇન હેઠળ આવનારા 60 દિવસોમાં સખતપણે અમલવારી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ તમાકુ સામેની લડાઇ હજી પૂર્ણ થઇ નથી. આજનાં સમયમાં યુવાનોમાં તમાકુનો વધતો જતો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. આ અભિયાન યુવાનોને તમાકુ મુકત પેઢી તરફ દોરવા માટે અને ઉજવળ ભવિષ્‍ય માટે પ્રોત્‍સાહિત કરી તમાકુનાં સેવનનાં કારણે થતાં રોગો માટે માહિતગાર કરવામાં આવ્‍યા. વધુમાં જાહેર સ્‍થળોએ પાનમસાલા, તમાકુ, સિગારેટનું વેચાણ કરતાં દુકાનદારોને ‘‘સિગારેટ્‍સ એન્‍ડ અધર ટોબેકો પ્રોડકટ્‍સ એકટ-2003 (ઘ્‍બ્‍વ્‍ભ્‍ખ્‍)” વિશે જાણકારી અને સમજણ આપવામાં આવશે. જે થકી યુવાનોમાં તમાકુનો વધતો જતો ઉપયોગ અટકાવી શકાશે.
સામુહિક પ્રયાસો દ્વારા તમાકુનાં ઉપયોગને ઘટાડવા માટે દૈનિક ધોરણે કામગીરી કરવામાં આવશે. સૌ સાથે મળીને યુવાનોને તંદુરસ્‍ત અને તમાકુ મુક્‍ત જીવન જીવવા માટેનાં તમામ પ્રયાસો કરી ઉજવ્‍વળ ભવિષ્‍ય અને સ્‍વસ્‍થ રાષ્‍ટ્રનું નિર્માણ કરવા કટીબધ્‍ધ છે. તમાકુ વ્‍યસન છોડવા માગતા વ્‍યક્‍તિઓ ટોલ ફ્રી હેલ્‍પ લાઇન નંબર 1800112356 પરથી મદદ મેળવી શકશે.

Related posts

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

પ્રદેશ અધ્‍યક્ષ મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં દાનહ કોંગ્રેસના બ્‍લોક લેવલ સહાયક કાર્યશાળામાં મતદારો સાથે રાખવાના સંબંધની આપવામાં આવેલી વિસ્‍તૃત જાણકારી

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

Leave a Comment