Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.16 : દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ થોડા દિવસો પહેલાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવ્‍યા હતા. તે સમયે ઉપ રાષ્‍ટ્રપતિશ્રીએ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો તથા તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને દિલ્‍હી મુલાકાતનું આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. આ ક્રમમાં, આજે 16, ઓક્‍ટોબર 2024ના રોજ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ખનખડે દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને તેમના નિવાસસ્‍થાને આમંત્રણ આપ્‍યું. આ પ્રસંગે ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ અને દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્‍ચે વચ્‍ચે ખૂબ જ આધ્‍યાત્‍મિક મુલાકાત થઈ હતી. આ પછી, ઉપ રાષ્‍ટ્રપતિ મહોદયશ્રીએ સાંસદ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો અને તમામ ગ્રામ પંચાયતોના સરપંચો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તેમનાદિલ્‍હી નિવાસસ્‍થાને સૌહાર્દપૂર્વક મળ્‍યા હતા. આ અવસરે સૌએ ઉપ રાષ્‍ટ્રપતિશ્રીનું માર્ગદર્શન મેળવ્‍યું હતું. આ બદલ દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ મહોદયશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્‍યો હતો અને કળતજ્ઞતા વ્‍યક્‍ત કરતા સંઘપ્રદેશના તમામ નાગરિકો વતી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

Leave a Comment