July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન તા.29 સપ્‍ટેમ્‍બરને રવિવારના રોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી દક્ષિણ ઝોનના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના બામટી ગામે લાલ ડુંગરી ગ્રામ પંચાયતના મેદાન પર કરવામાં આવ્‍યું છે.
આ યોગ શિબિરમાં હૃદયને લગતા આસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, જીવનશૈલી, ભોજન પદ્ધતિ વગેરેનું માર્ગદર્શન તજજ્ઞ દ્વારા આપવામાં આવશે. હૃદય રોગના નિષ્‍ણાત ડોક્‍ટર અકેન દેસાઈ પ્‍ઝ (પ્‍ફૂફુશણૂશઁફૂ) ઝશ્વફગ્‍(ર્ઘ્‍ીશ્વફુશંશ્રંશિંતદ્દ) દ્વારા હૃદય રોગના કારણ, લક્ષણ અને નિદાન વિષયમાંસંવાદ કરવામાં આવશે. આ પ્રસંગે લોકસભાના દંડકશ્રી અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આ સંપૂર્ણ કાર્યક્રમની તૈયારી માટે જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવ અને જિલ્લાની યોગ ટીમ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા યોગ બોર્ડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. યોગ શિબિર પૂર્ણ થયા બાદ 8 વાગ્‍યાથી દરેક શિબિરાર્થી માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુર તરફથી ફ્રી આંખની તપાસ અને ચશ્‍મા વિતરણનો કેમ્‍પ યોજવામાં આવશે જેમાં સાથે ફ્રી એનિમિયાની તપાસ (શરીરમાં હિમોગ્‍લોબીનનું પ્રમાણ) તેમજ ઘ્‍ભ્‍ય્‍ ની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. વધુ વિગત માટે વલસાડ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવનો મો.નં. 9998213149, અશ્વિનભાઈ બસ્‍તાનો મો.નં. 9879622376, શિવમભાઈ ગુપ્તાનો મો.નં. 7359037834 અને રેણુકાબેન નિમાવતનો મો.નં. 8320310436 પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment