July 17, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

વલસાડ તા.૩૦: ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્‍ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્‍પોર્ટસના અભિયાનના ભાગરૂપે રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્‍તકની ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્‍ત રીતે મકરસંક્રાતિ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં તા.૩૧ / ૧૨ / ૨૦૨૧ ના રોજ ૮ થી ૧૩ વર્ષની વય ધરાવતા બાળકો ભાગ લઈ શકશે. સ્‍પર્ધકે એ-૪ સાઈઝના ડ્રોઇંગ પેપર ઉપર મકરસંક્રાતિ વિષય ઉપર પોતાની કૃતિ તૈયાર કરી તા.૨૪/૧૨/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમતની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ કચેરી, પહેલા માળે, પોસ્‍ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ ખાતે પહોંચાડવાનું રહેશે.

રાજ્‍યકક્ષાની ચિત્રસ્‍પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને ૧૫૦૦૦/, તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્‍ય સાત વિજેતાઓ પ્રત્‍યેકને રૂ.૫૦૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ ડ્રોઇંગ કીટ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી મોબાઈલ ટૂ સ્‍પોર્ટ્‍સ યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુટયુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rk_ensUaz-g ઉપરથી મળી રહેશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

Leave a Comment