January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે નવસારી જિલ્લામાં બઢતી મળી.
વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના બામટી રાનપાડા ગામના આદિવાસી પરિવાર ઈશ્વરભાઈ પટેલ વલસાડ જિલ્લામાં ઘણા વર્ષોથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલમાં કપરાડા પોલીસ મથકે સેવાઓ આપી રહ્યા હતા. ઈશ્વરભાઈ પટેલ પોતાની ફરજ દરમિયાન કપરાડા પારડી ધરમપુરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આમ આદમીથી લઈ રાજકીય નેતાઓ સાથે પણ ખૂબજ નજીક સંબંધો અને પરિચિત છે. ઈશ્વરભાઈ પટેલને બઢતી મળતા પોલીસ પરિવાર વલસાડ જિલ્લા ઈન્‍ટેલિજન્‍સ બ્‍યુરો, સાથે સામાજિક આગેવાનો સરપંચો, મીડિયા મિત્રો ખુશી સાથે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

Leave a Comment