December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

છેલ્લા એક મહિનાથી અજાણ્યા બેભાન યુવકની સારવાર તથા સેવા-ચાકરી કરી રહી છે હોસ્પિટલઃ હોસ્પિટલની નર્સો પોતાના ટિફિનમાંથી યુવકને જમાડી રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી ખાતે આવેલ પારડી કુરેશી હોસ્‍પિટલના નામે પ્રખ્‍યાત હોસ્‍પિટલમાં છેલ્લા એક મહિના અગાઉ 108 દ્વારા અકસ્‍માત થયેલ બેભાન યુવકને લાવવામાં આવ્‍યો હતો. આ યુવકની હાલત ખૂબ ગંભીર હોય ફરજ પરના ડોક્‍ટરો, ડોક્‍ટર કુરેશી તથા તેમના સ્‍ટાફે ખૂબ મહેનત કરીને યુવકને ફરી પાછો મૂળ સામાન્‍ય સ્‍થિતિમાં લાવવામાં આવ્‍યો હતો. આ સમયગાળા દરમ્‍યાન આ યુવક સાથે એમના ભાઈ હોવાનું કહી અન્‍ય એક વ્‍યક્‍તિ પણ રહેતો હતો પરંતુ સમય વિતતા આ અજાણ્‍યો યુવક સંપૂર્ણ રીતે સારો થઈ જતા સાથે રહેતો યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્‍યારબાદ પણ માનવતાના ધોરણે ડોક્‍ટરો તથા સ્‍ટાફે આ યુવકની સેવાચાક્રી ચાલુ રાખી હતી અને હાલની તારીખમાં પણ આ યુવક હોસ્‍પિટલમાં જ રહે છે અને હોસ્‍પિટલની નર્સ પોતાના ટિફિનમાંથી તેમને જમવાનું આપી રહી છે. આમ આજના જમાનામાં પૈસા વિના કોઈપણ કામ થતું નથી ની યુક્‍તિને ખોટી ઠરાવી માનવ ધર્મ એ જ સાચો ધર્મ હોવાનું પારડી હોસ્‍પિટલ અને એમના તમામ સ્‍ટાફે પુરવાર કર્યું છે. આ અજાણ્‍યા યુવકની કોઈ ઓળખતું હોય કે જાણ હોય તો પારડી હોસ્‍પિટલને જાણ કરવા વિનંતી છે.

Related posts

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

Leave a Comment